રાજકોટ મહાનગર પાલીકા સંચાલિત શ્રી
વિનોબા ભાવે પ્રાથમિક શાળા નં. 93 ખાતે જીવનકલા ફાઉન્ડેશન દ્વારા પંખી ઓળખો પંખી બચાવો
અભિયાન અંતર્ગત ‘પંખી તસવીરોનું પ્રદર્શન યોજાઈ ગયું.
બાળકોમાં બાળપણથી જ
પ્રકૃતિ પ્રત્યે પ્રેમ – આદર જન્મે તેવા હેતુથી ‘પંખી ઓળખો પંખી બચાવો અભિયાન’ અંતર્ગત
વન-વગડાંના તથા ઘર આંગણાંના અંદાજે ૧૦૦ જેટલાં પંખીઓની તસ્વીરોનું દરેક શાળામાં
પ્રદર્શન ગોઠવવામાં આવે છે. આ અભિયાન
અંતર્ગત શ્રી વિનોબા ભાવે પ્રા. શાળા નં. 93 ખાતે ફરજ બજાવતા ઉત્સાહી આચાર્યાશ્રી
વનીતાબેન રાઠોડના પ્રમુખ સ્થાને તેમજ સી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી ભટ્ટ સાહેબના
પ્રમુખ સ્થાને ખૂબ ઉત્સાહપૂર્વક પ્રદર્શન યોજાયું અને બાળકોને પંખીઓ વિશે પ્રાથમિક
જાણકારી આપવામાં આવી.
Vidyarthione khub J upayogi karykram rahyo.Dhanyavad.
ReplyDeleteVidyarthione khub J upayogi karykram rahyo.Dhanyavad.
ReplyDelete